નવા વર્ષે WhatsAppમાં આવી રહ્યાં છે આ પાંચ નવા ફિચર્સ, કયા કયા કામો કરવામાં થશે આસાન, જુઓ લિસ્ટ.........

નવી દિલ્હીઃ વૉટ્સએપ એ દુનિયાભરમાં સૌથી વધુ વપરાતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે, આ એપમાં યૂઝરને દરેક પ્રકારના ફિચર્સ મળી રહે છે, જેનાથી કોઇપણ કામ આસાનીથી થઇ શકે છે. એપ સમયાંતરે યૂઝર્સને વધુ ઉપયોગી થઇ શકે એવા બેસ્ટ ફિચર રિલીઝ કરે છે, હવે આ લિસ્ટમાં વધુ નવા પાંચ ફિચર્સ નવા વર્ષમાં ઉમેરાશે. જાણી લો કયા કયા છે આ ફિચર્સ............ 

5 WhatsApp Upcoming Feature

New Calling Interface: વૉટ્સએપ કૉલ એપનુ સૌથી લોકપ્રિય ફિચર્સમાનુ એક છે. જેનાથી યૂઝર્સ સેલ્યૂલર કે વાઇફાઇ કનેક્શનના માધ્યમથી સીધુ એપથી વૉઇસ કૉલ કરી શકે છે. નવુ ઇન્ટરફેસ વધુ કૉમ્પેક્ટ અને મૉડર્ન દેખાય છે, અને ખાસ કરીને ગૃપ કૉલ દરમિયાન બેસ્ટ દેખાશે. 

End-to-End Encryption Indicators: વૉટ્સએપ એપ ચેટ અને કૉલમાં નવુ ઇન્ડિકેટર એડ કરી રહ્યું છે, જે યૂઝર્સને એ બતાવશે કે પ્લેટફોર્મના માધ્યમથી કૉમ્યુનિકેશન એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ છો.

Quick Replies: WhatsApp, WhatsApp Business માટે ક્વિક રિપ્લાય શોર્ટકટ એડ કરી રહ્યું છે. વૉટ્સએપ બિઝનેસ એપ જલદી જ એક ઓપ્શન જોડશે, જે યૂઝર્સને ગ્રાહકોને મોકલવા માટે કેટલીક પૂર્વ નિર્ધારિત ક્વિક રિપ્લાયમાંથી એક સિલેક્ટ કરવા દેશે. 

More Control For Group Admins: વૉટ્સએપ જલદી જ ગૃપ એડમિન અન્ય સભ્યોના મેસેજને હટાવી શકશે. આ એડમિનને ગૃપમાં કોઇપણ અનવૉન્ટેડ બિહેવિયરને કન્ટ્રૉલ કરવા અને રેગ્યૂલેટ કરવાની અનુમતિ આપશે, અને ભ્રામક સામગ્રીઓથી બચવામાં મદદ કરશે.

Communities: વૉટ્સએપ એક નવી કૉમ્યુનિટી બનાવવાનુ ફિચર પણ જોડી રહ્યું છે, કૉમ્યુનિટી કથિત રીતે એડમિનને કૉમ્યુનિટી ઇનવાઇટ લિન્કના માધ્યમથી નવા યૂઝર્સને ઇનવાઇટ કરીને અને પછી અન્ય સભ્યોને મેસેજ મોકલવાની એલિબિટી આપશે.

 

આ પણ વાંચો..........

મોદી વારાણસીમાં જેમને પગે પડ્યાં એ યુવતી IAS ઓફિસર છે ? જાણો ખરેખર શું છે હકીકત ?

મહેબૂબા મુફતીએ મોદીની સરખામણી પાકિસ્તાનના ક્યા સરમુખત્યાર સાથે કરી ? પાકિસ્તાન શાનાં ફળ ભોગવે છે ?

PAYTM સહિતની એપ યુઝ કરતા હો તો આ વાતનું રાખો ધ્યાન નહિંતર લાગી જશે લાખો રૂપિયાનો ચૂનો

IOCL Recruitment 2021: 10 પાસ ઉમેદવાર માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, જલ્દી અરજી કરો, 9 જાન્યુઆરીએ પરીક્ષા

Dimple Yadav Tests Covid-19 Positive: ઉત્તરપ્રદેશના કયા દિગ્ગજ નેતાની પત્નીએ કોરોના રસીના બંને ડોઝ લીધા હોવા છતાં થઈ સંક્રમિત ?

NBCC Recruitment 2021: આ સરકારી કંપનીમાં અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, પસંદગી માત્ર ઇન્ટરવ્યુ દ્વારા જ થશે

20 ટેસ્ટ રમીને નંબર વન ટેસ્ટ બેટ્સમેન બન્યો આ ખેલાડી

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ