નવી દિલ્હીઃ આજે દુનિયાભરમાં ગૂગલની જીમેઇલ સર્વિસ ખુબ ઉપયોગમાં લેવામાં આવી રહી છે, મેઇલિંગની દુનિયામાં ગૂગલ જીમેઇલએ એક આગળવી ઓળખ ઉભી કરી દીધી છે. કંપની પણ પોતાના યૂઝર્સની સુવિધાઓને ધ્યાનમાં રાખીને સમયાંતરે નવા નવા ફિચર્સ રિલીઝ કરતી રહે છે. આ કડીમાં હવે એક નવુ ફિચર જોડવામાં આવ્યુ છે. જે જીમેઇલની કૉલિંગ સર્વિસ માટે કામ કરે છે, જેમાં યુઝર્સ જીમેઇલમાં ગૂગલ ચેટ દ્વારા જ એકબીજા સાથે ઓડિયો અને વીડિયો કોલ કરી શકશે. ગૂગલે પોતાની એક બ્લોગ પોસ્ટમાં આ વાત જાણકારી આપી છે.
જીમેઇલના અપડેટમાં સારી વાત એ છે કે આ નવું ફિચર એન્ડ્રોઇડ અને iOS બંને યુઝર્સ માટે ઉપલબ્ધ હશે. આ માટે કોલર અને રીસીવર બંને પાસે જીમેલનું નવું વર્ઝન હોવું જોઈએ. તેની ખાસ વાત એ છે કે તમે ન ફક્ત Gmail યુઝરને જ કૉલ કરી શકશો, સાથે તમે Gmailમાં તમે મિસ્ડ કૉલ્સ અને ચાલુ કૉલ્સની વિગતો પણ જોઈ શકશો. ગૂગલે સપ્ટેમ્બરમાં આ ફિચરની જાહેરાત કરી હતી.
આ ફિચરમાં તમને કોલિંગ ફીચર માટે, ગૂગલ ચેટમાં, તમને ફોન અને વીડિયો આઇકૉન ટોચ પર દેખાશે. કૉલ કરવા માટે, તમારે આ ચિહ્નો પર ટેપ કરવું પડશે. Gmail તમને બ્લુ બેનર દ્વારા ચાલુ કોલ વિશે જણાવશે, જે સ્ક્રીનની ટોચ પર હશે. મિસ્ડ કોલ રેડ કલરના ફોન અથવા વીડિયો આઇકોન દ્વારા જાણી શકાશે. નવી કૉલિંગ સુવિધા વ્યક્તિગત Google એકાઉન્ટ ધરાવતા તમામ વપરાશકર્તાઓ તેમજ Google Workspace, GSuite Basic અને બિઝનેસ ગ્રાહકો માટે રોલઆઉટ કરવામાં આવી રહી છે.
0 ટિપ્પણીઓ