નવી દિલ્હીઃ ભારતમાં સ્માર્ટફોન યૂઝર્સની સંખ્યા વધી રહી છે, તેમ તેમ ઇન્ટરનેટનો યૂઝ વધવા લાગ્યો છે. 4G નેટવર્કથી હાલમાં ઇન્ટરનેટ સર્વિસ મળી રહી છે, પરંતુ નવા વર્ષમાં એક મોટા સમાચાર છે કે દેશના આઠ મોટા શહેરમાં 5G સર્વિસ મળશે. આ માટે વર્ષ 2022માં ટ્રાયલ શરૂ થઇ જશે.
કયા કયા શહેરોમાં કરાશે 5G ટ્રાયલ-
રિપોર્ટ પ્રમાણે દેશભરમાં 5G સર્વિસ આપતા પહેલા સૌથી પહેલા ગુરુગ્રામ, બેંગ્લોર, કોલકાતા, મુંબઈ, દિલ્હી, અમદાવાદ, હૈદરાબાદ અને પુણે સહિતના મહાનગરો અને મુખ્ય શહેરો 5G સેવાઓ આપવામાં આવશે, આમાં ગુજરાતનુ મેગાસિટી અમદાવાદ પણ સામેલ છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) એ સોમવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું. સરકાર માર્ચ-એપ્રિલ 2022માં 5G માટે સ્પેક્ટ્રમ હરાજી કરવાની યોજના બનાવી રહી છે.
આ વર્ષે સપ્ટેમ્બરમાં, DoT એ ટેલિકોમ રેગ્યુલેટર TRAI પાસેથી સ્પેક્ટ્રમની હરાજી પર મુખ્યત્વે રિઝર્વ પ્રાઇસ, બેન્ડ પ્લાન, બ્લોક સાઈઝ, સ્પેક્ટ્રમની માત્રા વગેરે પર ભલામણો માંગી હતી. ટ્રોયે આ મુદ્દે ઉદ્યોગના હિતધારકો સાથે કાઉન્સેલિંગ શરૂ કર્યું છે.
આ પણ વાંચો........
Sourav Ganguly Corona Positive: BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ, કોલકાતાની હોસ્પિટલમાં દાખલ
કોરોનાના પ્રકોપની વચ્ચે NCERT વિદ્યાર્થીઓનું ભારણ ઘટાડશે, પાઠ્યપુસ્તકોને ‘હળવા’ કરવાની યોજના
Mutual Funds: કરોડપતિ બનવા માટે તમારે દરરોજ 100 રૂપિયા જમા કરાવવા પડશે, જાણો વિગતો
NCB Recruitment: NCBમાં નોકરીની સુવર્ણ તક, અરજી કરવાની છેલ્લી તારીખ ચૂકશો નહીં, આજે જ અરજી કરો
UPSC સાથે કામ કરવાની સુવર્ણ તક, અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, આજે જ કરો અરજી
0 ટિપ્પણીઓ