વીજ કંપનીના ત્રણ મીટર રીડરને સસ્પેન્ડ કરવા માટે ભલામણ

વડોદરાઃ સમા વિસ્તારમાં વીજ મીડર રીડિંગની ફરજ બજાવતા મધ્ય ગુજરાત વીજ કંપનીના ત્રણ મીટર રીડરને યોગ્ય રીતે ફરજ નહીં બજાવવા બદલ સસ્પેન્ડ કરવાની ભલામણ કરવામાં આવતા  કર્મચારી આલમમાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે આ ત્રણ મીટર રીડર પૈકી એક સામે ખાતાકીય કાર્યવાહીની ભલામણ પણ સ્થાનિક અધિકારી દ્વારા વીજ કંપનીના ઉચ્ચાધિકારીઓને કરવામાં આવી છે.

સૂત્રોનુ કહેવુ છે કે, મધ્ય ગુજરાત વીજ કંપનીમાં કાયમી ધોરણે મીટર રીડર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ ઉપરાંત કોન્ટ્રાક્ટ પર પણ મીટર રીડરો પણ ફરજ બજાવે છે.કોન્ટ્રાક્ટ પરના મીડર રીડર રોજના સરેરાશ ૨૫૦ જેટલા વીજ બિલ બનાવવાની કામગીરી કરે છે.જ્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીમાં કાયમી કર્મચારી તરીકે ફરજ બજાવતા આ ત્રણ મીટર રીડરો દિવસમાં માંડ ચાર થી પાંચ કલાક ફરજ બજાવીને સરેરાશ ૧૫૦ જેટલા જ વીજ બિલ બનાવતા હતા.આ બાબત ઉપરી અધિકારીના ધ્યાનમાં આવી હતી અને તેમણે અગાઉ કર્મચારીઓને ચેતવણી પણ આપી હતી.જોકે એ પછી પણ આ કર્મચારીઓની કામગીરીમાં સુધારો નહીં થતા તેમને અધિકારીએ સસ્પેન્ડ કરવાની ભલામણ કરી છે.




https://ift.tt/cl1wHGV

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ