કોમર્સ ફેકલ્ટીના ડીને એકેડમિક કાઉન્સિલની બેઠકમાં બળાપો ઠાલવ્યો

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી દ્વારા ટીવાયબીકોમની એટલે કે છઠ્ઠા સેમેસ્ટરની ફાઈનલ પરીક્ષા ૨૧ એપ્રિલથી લેવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત આજે ફેકલ્ટી દ્વારા કરી દેવામાં આવી છે.

જાણવા મળતી વિગતો પ્રમાણે ટીવાયબીકોમના ૮૦૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હોવાથી બેઠક  વ્યવસ્થા ગોઠવવા માટે છેલ્લા કેટલાક દિવસથી ફેકલ્ટી સત્તાધીશો અન્ય ફેકલ્ટીના બિલ્ડિંગ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા.જોકે કેટલીક ફેકલ્ટીઓની પોતાની પણ પરીક્ષા હોવાથી બિલ્ડિંગ આપવામાં આ ફેકલ્ટી ડીનો  પણ કોમર્સને બિલ્ડિંગો મૂંઝવણમાં હતા.દરમિયાન મંગળવારે મળેલી એકેડમિક કાઉન્સિલની બેઠકમાં તમામ ડીનોની હાજરીમાં કોમર્સ ફેકલ્ટીના ડીને બળાપો ઠાલવ્યો હતો કે, બિલ્ડિંગો મળી રહ્યા નથી અને ટીવાયબીકોમની પરીક્ષા લેવામાં મુશ્કેલી પડે તેમ છે.

આ મુદ્દે અન્ય ફેકલ્ટીના ડીનોએ પણ સામે પોતાની વાત રજૂ કરી હતી.એ પછી વાઈસ ચાન્સેલરે દરમિયાનગીરી કરી હતી અને કોમર્સ ફેકલ્ટીને અન્ય ફેકલ્ટીના બિલ્ડિંગો ફાળવવા માટે ખાતરી મળી હતી.જેના પગલે આજે ફેકલ્ટી સત્તાધીશો દ્વારા પરીક્ષાની તારીખો જાહેર કરાઈ હતી.

આમ ટીવાયબીકોમનુ શૈક્ષણિક વર્ષ ભલે મોડુ શરુ થયુ હોય પણ વિદ્યાર્થીઓની છેલ્લી પરીક્ષા સમયસર લેવાના કારણે વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે.આ વિદ્યાર્થીઓને જો પરિણામ સમયસર જાહેર થશે તો ડિગ્રી પણ સમયસર મળશે.




https://ift.tt/ZYvS5eU

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ