- સંપમાં પાણી ના આવતા 200 મકાનોના પરિવારોને હાલાકી
- વારંવાર રજૂઆત છતાં નિરાકરણ ના આવતા રહીશોમાં રોષ : તંત્ર નિંદ્રાધીન હોવાનો આક્ષેપ ઉઠાવ્યો
બાલાસિનોર રાજ્યની રાજકીય રાજધાની ગણાતા પાંડવા ગામના રાવળ ફળિયામાં આવેલ ૨૦૦ જેટલા મકાનોમાં છેલ્લા ત્રણ મહિનાથી પાણી આવી રહ્યું નથી. ગામમાં વસતા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને બહારથી ખરીદીને પાણી લેવાનું પોસાય તેમ નથી. આગ ઝરતી ગરમીમાં તેઓ પાણીની શોધમાં ઠેર ઠેર ભટકવા મજબુર બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ફળિયામાં પાણીની સુવિધા માટે બે સંપ બનાવવામાં આવ્યા છે. પરંતુ તેમાં છેલ્લા ત્રણ માસથી પાણી ના આવતા રહીશો પાણી માટે વલખાં મારી રહ્યા છે. આ અંગે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેથી તંત્ર ઘોર નિંદ્રામાં પોઢેલું છે તેવું કહી સ્થાનિકો રોષ ઠાલવી રહ્યા
આ અંગે ગામના પૂર્વ સરપંચ બાબુભાઇ રાવળના જણાવ્યા અનુસાર તેમના વિસ્તારથી માત્ર ૨૦૦ મીટરના અંતરે જ પાણીનો સંપ આવેલો હોવા છતાં રહીશો લાંબા સમયથી પાણીની અછત અનુભવી રહ્યા છે. આ અંગે પાણી પુરવઠા અધિકારીને અનેકવાર પૂછતાં, બધું થઇ જશે, તેવા પોકળ વાયદાઓ કરે છે. પરંતુ આજ દિન સુધી કોઈ નિરાકરણ ના આવતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે.
https://ift.tt/h4QptB2
0 ટિપ્પણીઓ