ગૃહમંત્રી અમિત શાહે આજે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં ભાજપના બૂથ સંમેલનને સંબોધિત કર્યું હતું. આ સંમેલનમાં ભરતપુર વિભાગના 25000 થી વધુ કાર્યકરો હાજર રહ્યા હતા. બીજેપી કાર્યકર્તાઓને સંબોધતા અમિત શાહે રાજ્યની કોંગ્રેસ સરકાર અને સીએમ અશોક ગેહલોત પર આકરા પ્રહારો કર્યા, જ્યારે પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ પર પણ ટોણો માર્યો હતો.
રાજસ્થાન સરકાર પર જોરદાર પ્રહારો કર્યા
અમિત શાહે કહ્યું કે, અશોક ગેહલોત ખુરશી છોડવા નથી માંગતા અને સચિન પાયલટ મુખ્યમંત્રી બનવા માંગે છે. પરંતુ સરકાર ભાજપની બનવા જઈ રહી છે, પાયલોટ જી તમારો નંબર આવવાનો નથી. કોંગ્રેસમાં તમારું યોગદાન ગેહલોત કરતાં વધુ હોઈ શકે છે, પરંતુ કોંગ્રેસની તિજોરીમાં ગેહલોતજીનું યોગદાન તમારા કરતાં વધુ છે. રાજસ્થાનને લૂંટવાનું કામ આ સરકારે કર્યું છે. ગેહલોત સરકાર આઝાદી પછી રાજસ્થાનની સૌથી ભ્રષ્ટ સરકારમાંથી એક છે.
રાજ્યની કાયદો અને વ્યવસ્થા પર હુમલો
અમિત શાહે રાજ્યની કાયદો અને વ્યવસ્થા પર કહ્યું કે, અલવરના થાનાગાજીમાં પતિની સામે જ પત્ની પર બળાત્કાર થયો. દૌસામાં એક આદિવાસી મહિલા પર ગેંગરેપ થયો હતો, પરંતુ ગેહલોત સરકારના ટસની મસ ન થઇ. રાજસ્થાન સરકાર 3D પર ચાલે છે. રમખાણોનો D, મહિલાઓ સાથે દુર્વ્યવહારનો D અને દલિતો પર અત્યાચારનો D, આ 3D સરકાર છે. રાજસ્થાનના જુદા જુદા શહેરોમાં રમખાણો થાય છે, પરંતુ ગેહલોત સરકાર કોઈ પગલાં લેતી નથી.
https://ift.tt/k3eli0m from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/LuiSFtD
0 ટિપ્પણીઓ