ભારતમાં ૯૦ ટકા નોકરીયાતોનો સરેરાશ પગાર ૬૦ હજારથી ઓછો, ટેકસનો બોજ ઘટશે પણ મોંઘવારી ?


 નવી દિલ્હી,૨ ફેબુ્આરી,૨૦૨૩,ગુરુવાર 

૧ ફેબુઆરીના રોજ દેશનું બજેટ રજૂ થયું જેમાં ઘણા વર્ષો પછી આવક મર્યાદામાં ૨.૫૦ લાખ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. નવી ટેકસ વ્યવસ્થા અંર્તગત ૭ લાખ રુપિયા સુધીની આવક સુધી કોઇ ટેકસ લાગશે નહી એટલું જ નહી ૫૦ હજાર સ્ટાન્ડર્ડ ડિડકશનને પણ  નવી ટેકસ રિજીમ સાથે જોડી દેતા કુલ આવક મર્યાદા જુની ૫ લાખના સ્થાને ૭.૫ લાખ થાય છે. વાર્ષિક ૭.૫૦ લાખ વાર્ષિક સેલરી એટલે કે મહિને ૬૨૫૦૦ રુપિયા પર ટેકસેબલ થતી નથી. આથી ભારતમાં ૯૦ ટકા સેલરીડ પર્સને ને મોટી રાહત મળી છે.

એક માહિતી મુજબ ભારતમાં ૯૦ ટકા નોકરીયાત વર્ગની માસિક આવક ૬૨૫૦૦ થતી નથી માટે આ દાયરામાં લગભગ બધાજે સેલરેટ વ્યકિતઓ આવી જાય છે. વર્તમાન ટેકસ વ્યવસ્થા પણ ચાલુ રાખવામાં આવી છે જેમાં જે મુજબ ૫ લાખની આવક સુધી કોઇજ ટેકસ લાગતો નથી.કોઇ પણ ટેકસ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ પણ ખાસ કરવું પડતું નથી.


આ જુની ટેકસ વ્યવસ્થામાં ટેકસ બચાવવાના વિક્લ્પો અપનાવીને ટેકસેબલ ઇન્કમ પ લાખ સુધી લઇ જાય તેમને પણ કોઇ ટેકસ આપવો પડતો નથી. ભારતમાં આર્થિક સમાનતા સર્વિસ સેકટરમાં પણ ખૂબ જોવા મળે છે. ૨૦૧૯માં એક પીરીયોડિક લેબર ફોર્સ સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે ૪૫ ટકા શ્રમશકિતને માંડ ૧૦ હજાર કરતા ઓછી છે. દેશમાં ૪૬ ટકાની વાર્ષિક આવક ૧૫૦૦૦ કરતા ઓછી છે.૫ લોકોનો એક પરીવાર ગણીએ તો સરેરાશ માસિક આવક ૩૦૦૦ રુપિયા થાય છે.  

જો કે કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આમ પણ  જતી મોંઘવારીના પગલે પૈસાની બચત થતી નથી. વધતા જતી લોનોનું ભારણ અને ઘર ખર્ચાઓના લીધે આમદાની અઠ્ની અને ખર્ચા રુપિયા જેવી સ્થિતિ સર્જાતી હતી. છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોનાકાળ પછી મોંઘવારી વધતી જાય છે આથી જીવન જીવવું દોહલું બનતું જાય છે. બીજી બાજુ ટેકસ લિમિટ વધારવાથી ટેકસ બચાવવા થતા ફરજીયાત રોકાણ ઘટે  અને વ્યકિતગત ખર્ચા વધે તેવી પણ શકયતા છે. સરકારી અને ખાનગી સેક્ટરમાં કર્મચારીઓને પગાર વધારો કરવો પડે તેવી પણ સ્થિતિ સર્જાઇ શકે છે.



https://ift.tt/Mb8v6l9 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/ixuDmta

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ