ગુજરાત વિદ્યાપીઠના વિવાદિત કુલનાયક રાજેન્દ્ર ખીમાણીનું રાજીનામું

અમદાવાદ: તા. 15 જાન્યુઆરી 2023, રવિવાર

મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં છેલ્લા કેટલાક સમયથી કુલનાયક રાજેન્દ્ર ખીમાણીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. તે વચ્ચે આજે ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક પદેથી ડૉ. રાજેન્દ્રભાઈ ખીમાણીએ રાજીનામું આપી દીધુ છે. આ અગાઉ UGC દ્વારા રાજેન્દ્ર ખીમાણીની નિમણુકને ગેરલાયક ઠેરાવવામાં આવી હતી તેમજ ત્યાર બાદ ગુજરાત હાઈ કોર્ટ દ્વારા પણ આદેશ આપવામાં આવ્યો હતો કે, આગામી 17મી ફેબ્રુઆરી સુધીમાં રાજેન્દ્ર ખિમાણી કુલનાયકના પદ પરથી હટાવી દેવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો હતો. 

UGC દ્વારા રાજેન્દ્ર ખીમાણીની નિમણુંક ગેરલાયક ઠેરવવામાં આવી હતી

જો કે, 17 ફેબ્રુઆરી પહેલા જ રાજેન્દ્ર ખીમાણીએ આજે વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતને રાજીનામું આપી દીધું છે અને ગુજરાતનાં રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત દ્વારા તેમનું રાજીનામું સ્વીકારી પણ લેવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી રાજેન્દ્ર ખીમાણીના વહીવટો અને મનમાનીથી મહાત્મા ગાંધીની વિદ્યાપીઠ સતત ચર્ચામા રહી હતી. અત્રે નોંધનીય છે કે UGC દ્વારા રાજેન્દ્ર ખીમાણીની નિમણુંકને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ત્યાર બાદ આ મામલે ખીમાણી હાઈ કોર્ટમાં પહોંચ્યા હતા, પરંતુ હાઈકોર્ટે પણ UGC એ જે ભલામણ કરી છે તે યોગ્ય ગણાવી હતી અને ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિને UGC ની ભલામણ મુજબ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. 

કુલપતિ દ્વારા રાજેન્દ્ર ખીમાણીનું રાજીનામુ ત્વરિત સ્વીકારી લેવામાં આવ્યું
UGCએ કરેલ ભલામણ તેમજ ગૂજરાત હાઈ કોર્ટના આ આદેશ બાદ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રત આ મુદ્દે નિર્ણય કરે તે પહેલા જ રાજેન્દ્ર ખીમાણીએ રાજીનામું આપી દીધું છે અને કુલપતિ દ્વારા આ રાજીનામું ત્વરિત સ્વીકારી લેવાયુ છે. હવે આગામી સમયમાં ગુજરાત વિદ્યાપીઠના સ્થાયી કુલનાયકની નિયુક્તિ ન થાય ત્યાં સુધી કાર્યવાહક કુલનાયક તરીકે ગૂજરાત વિદ્યાપીઠના પ્રોફેસર ડૉ. ભરત જોશીને કુલનાયકનો હવાલો સોંપવામાં આવ્યો છે.




https://ift.tt/XnNv4iV

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ