રાજ્યભરમાં ઉત્તરાયણના દિવસે અકસ્માતના 400 કેસ, સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા

Image : Facebook

ગુજરાત રાજ્યમાં ગઈકાલે ઉત્તરાયણના તહેવારની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. જો કે ઉત્તરાયણના તહેવાર પર રાજ્યભરમાંથી અનેક જગ્યાએ અકસ્માતની દુર્ઘટના સર્જાઈ હતી તેમજ પશુ-પક્ષીઓ પણ ઘાયલ થયા હતા. ઉત્તરાયણના દિવસે રાજ્યભરમાં અનેક પરિવાર પર તહેવારની મજા સજામાં ફેરવાઈ ગઈ હતી. રાજ્યભરમાં સર્જાયેલી દુર્ઘટનાના આંકડા જાહેર થયા હતા. આ આંકડાઓમાં સૌથી વધુ દોરી ઈજા થવાની કુલ 62 ઘટના નોંધાય હતી. 

રાજ્યમાં અકસ્માતના 400 કેસો નોંધાયા  

ગુજરાત રાજ્યમાં ગઈકાલે ઉષ્માભેર રીતે પતંગમહોત્સવ ઉજવાયો હતો. જો કે આ ઉત્સવની સાથે સાથે અકસ્માતના પણ બનાવ બન્યા હતા. ગુજરાત રાજ્યમાં અનેક બનાવ બન્યા હતા. રાજ્યભરમાં અકસ્માતના કુલ 400 કેસ નોંધાયા હતા જેમાં સૌથી વધુ 56 કેસ અમદાવાદમાં નોંધાયા હતા. રાજ્યમાં દોરીથી ઈજા થયાની 62 ઘટના બની હતી. આ ઘટનામાં પણ સૌથી વધુ 25 કેસ અમદાવાદમાં નોંધાયા હતા. 

રાજ્યામાં ધાબેથી પડી જવાના કેસો નોંધાયા

ગુજરાત રાજ્યમાં ઉત્તરાયણના પર્વ પર અગાસી પરથી પડી જવાની પણ કેટલીક ઘટનાઓ બની હતી. રાજ્યમાં જાહેર કરાયેલા આંકડાઓમાં ધાબા પરથી પડી જવાની કુલ 164 ઘટના બની હતી. અમદાવાદમાં સૌથી વધુ 36 ઘટના બની હતી. આ સાથે રાજ્યમાં દોરીથી તેમજ અન્ય રીતે પશુ-પક્ષીઓને પણ ઈજાઓ થઈ હતી. પશુ-પક્ષીઓના પણ 1 હજાર 59 કેસ સામે આવ્યા હતા. ગુજરાતમાં ચાઈનીઝ દોરીના વપરાશ પર પ્રતિબંધ હોવા છતાંપણ લોકોએ પોતાની મજા માટે આ ઘાતક દોરીનો ઉપયોગ કર્યો હતો અને તેનાથી અનેક પક્ષીઓને જીવલેણ ઈજાઓ થઈ હતી. 



https://ift.tt/qILiasD

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ