કામની વાતઃ આધાર કાર્ડને આ રીતે તમે જોઇ શકો છો ઓનલાઇન, જાણી લો ડાઉનલૉડ કરવાની રીત.........


 

Aadhar Card Online Download: આધાર કાર્ડ (Aadhaar Card) અને પેન કાર્ડ (PAN Card) સૌથી જરૂરી દસ્તાવેજો પૈકીના એક છે. સ્કૂલ-કોલેજમાં એડમિશન લેવું હોય, હોસ્પિટલ હોય કે ઓફિસ દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડે છે. આધાર કાર્ડ UIDAI દ્વારા આપવામાં આવેલો 12 ડિજિટનો એક યૂનિક નંબર છે.

આધાર કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ (Process of E-Aadhaar Card Download) કરવામાં આવ્યું હોય કે ઓફલાઈન (Offline Aadhaar Card) મળ્યું હોય બંને માન્ય છે. તમે વેરિફિકેશન કરવાની આધારકાર્ડ સરળતાથી ડાઉનલોડ કરાવી શકો છો.

આધાર કાર્ડ ડાઉનલોડ કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Step 1: આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા UIDAI ની સત્તાવાર વેબાસાઇટ https://uidai.gov.in/  પર જાવ.

Step 2: તમે ઈચ્છો તો સીધા જ લિંક https://ift.tt/19Jtw5g પર પણ જઈ શકો છો.

Step 3: જે બાદ તમારું પૂરું નામ, ઈમેલ આઈડી અને આધાર નંબર આપો.

Step 4: આ પછી તમને આ ઓપ્શન જોવા મળશે. જેમાં આધાર, એનરોલમેંટ ID, વર્ચુઅલ ID દેખાશે.

Step 5: જેમાંથી આધાર કાર્ડનો વિકલ્પ પસંદ કરો.

Step 6: જે બાદ તમારો12 નંબરનો આધાર કાર્ડ નંબર આપો.

Step 7: આ પછી તમારે Verification માટે Captcha કોડ નાંખીને OTP ઓપ્શન પસંદ કરવો પડશે.

Step 8: જે બાદ તમારા મોબાઈલ નંબર પર આવેલો OTP આપીને Submit કરો.

Step 9: આ પછી તમે તમારું E Aadhaar Card ડાઉનલોડ કરી શકશો.

આ પણ વાંચો---- 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ