જિઓ-વૉડાફોનની ટક્કર આપવા આવ્યો એરટેલનો સસ્તો નવો પ્લાન, જાણો વિગતે

નવી દિલ્હીઃ ટેલિકૉમ કંપનીઓએ ગયા મહિને પોતાના યૂઝર્સને મોટો ઝટકો આપ્યો છે, દરેક કંપનીઓ પોતાના ઇન્ટરનેટ ડેટા પ્લાન પેકમાં એકદમ વધારો ઝીંકી દીધો. આ કારણે યૂઝર્સ પરેશાન થઇ ગયા. પરંતુ હવે ફરી એકવાર કંપનીઓ પોતાના ગ્રાહકોને રિઝવવા માટે નવા નવા સસ્તાં પ્લાન લૉન્ચ કરી રહી છે. આ કડીમાં એરટેલે નવો પ્લાન લૉન્ચ કર્યો છે, જે યૂઝર્સને ખુબ પસંદ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા જિઓ અને વૉડાફોન-આઇડિયા પોતાના ગ્રાહકો માટે સસ્તાં પ્લાનને નવેસરથી લૉન્ચ કરી ચૂકી છે.

લૉન્ચ કર્યો સસ્તો પ્લાન-
એરટેલે પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે ગુપચુપ રીતે સસ્તો પ્લાન લૉન્ચ કરી દીધો છે, આ પ્લાન રૂ. 666નો છે, જે સૌથી વધુ સમયમર્યાદા (વેલિડિટી) અને અમર્યાદિત કૉલિંગની સુવિધા આપે છે. 

એરટેલનો આ રૂ 666 રૂપિયાના પ્લાનને લાભની દ્રષ્ટિએ જોઇએ તો, રિલાયન્સ જિયોના રૂ.666ના સરખામણીમાં શાનદાર લાગે છે. આ પ્લાન એવા ગ્રાહકો માટે ઉત્તમ છે, જેઓ 600 થી 700 ના પ્લાનમાં બધું જ મેળવવા માંગે છે. આવો જાણીએ એરટેલના રૂ.666ના પ્લાન વિશે…

એરટેલનો 666 રૂપિયાનો પ્લાન
સૂત્રોના સમાચાર અનુસાર, એરટેલેનો 666 રૂપિયાનો પ્રીપેડ પ્લાન 77 દિવસની સમયમર્યાદા (વેલિડિટી) આપે છે. તે સામાન્ય 84 દિવસનો પ્લાન પણ નથી અને તે 56 દિવસના પ્લાન જેટલો ટૂંકો પણ નથી. આ પ્લાન સાથે યુઝર્સને Airtel Thanks ના લાભો સાથે 1.5 GB દૈનિક ડેટા, અમર્યાદિત વોઈસ કૉલિંગ અને 100 SMS/દિવસ મળે છે. વધારાના લાભ વિશે વાત કરીએ તો Airtel Thanks લાભમાં એક મહિના માટે Amazon Prime Video Mobile Edition નું મફત સબ્સ્ક્રિપ્શન, Apollo 24/7 સર્કલ ત્રણ મહિના માટે , Shaw Academy, FASTag વ્યવહારો પર 100 કેશબેક, મફત HelloTunes અને Wync Music નો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો--- 

Pro Kabaddi League : ગુજરાત પર ભારે પડ્યુ બંગાળ, જાયન્ટ્સને હરાવીને વૉરિઅર્સે જીતી બીજી મેચ, રાકેશ નરવાલે કર્યો કમાલ

આ 5 રાશિ પર છે શનિની દૃષ્ટી, જાણો શું રહેશે પ્રભાવ, દુષ્પ્રભાવને દૂર કરવા આ રીતે કરો આ ઉપાય

PM Kisan Yojana: આજે નહીં પરંતુ આ દિવસે ખેડૂતોને મળશે PM કિસાન સન્માન નિધિના પૈસા, જલ્દી કરો eKYC અને જાણો પ્રોસેસ

Gujarat Omicron : તાન્ઝાનિયાથી અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત આવતાં તંત્ર થયું એલર્ટ, ઓમિક્રોન સેમ્પલ લેવાયા

Omicron Cases India: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં ઓમિક્રોને ફટકારી સદી, જાણો કયા રાજ્યમાં કેટલા છે કેસ

Ola Electric Scooters: સૌથી પહેલા આ શહેરોમાં ઉપલબ્ધ હશે ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો લિસ્ટમાં તમારા શહેરનું નામ છે કે નહીં?

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ