નવી દિલ્હીઃ સ્માર્ટફોન યૂઝર્સ હંમેશા વાયરસથી પરેશાન રહે છે, કેમ કે ઘણીવાર ડેટા લૉસથી લઇને ફોન ડેમેજ થવા સુધીનુ નુકસાન વાયરસના કારણે થાય છે. આ કડીમાં વધુ એક વાયરસ એક્ટિવ થયો છે જેનુ નામ છે જોકર માલવેર. જોકર માલવેર મોબાઇલ એપ્લિકેશનમાંથી મળ્યો છે અને આ એપ્લિકેશન એન્ડ્રોઇડના ગૂગલ પ્લે સ્ટૉરમાં જોવા મળ્યો છે.રિપોર્ટ છે કે, જોકર માલવેર વાયરસ ફરી એકવાર એક્ટિવ થઇ ગયો છે.
5 લાખ લોકોએ વાયરસ વાળી એપ કરી ડાઉનલૉડ-
ગૂગલ પ્લે સ્ટૉરમાં એક એપમાં જોકર માલવેર એક્ટિવ થયો છે. એક એન્ડ્રોઇડ એપમાં જોકર માલવેર મળી આવ્યું છે જેને 5,00,000 થી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવ્યું છે. જે એપમાં જોકર માલવેરની ઓળખ કરવામાં આવી છે તેનું નામ 'કલર મેસેજ; છે. આ એપ દાવો કરે છે કે તે તમારા મેસેજિંગને કલરફુલ બનાવે છે અને ઈમોજી બનાવવામાં પણ મદદ કરે છે. મોબાઈલ સિક્યોરિટી ફર્મ Pradeo ના રિપોર્ટ મુજબ આ એપ જોકર માલવેરથી સજ્જ છે, મોટી વાત એ છે કે આ એપમાં આ માલવેર છેલ્લા એક વર્ષથી છે અને એપ હજુ પણ ગૂગલ પ્લે-સ્ટોર પર ઉપલબ્ધ છે. ખાસ વાત છે કે, જોકર વાયરસ એ ગૂગલ પ્લે સ્ટોરમાં આ સૌથી ખતરનાક એન્ડ્રોઇડ વાયરસ છે. 2017માં તેની પ્રથમ વખત ઓળખ થઈ હતી. 2019માં ગૂગલે લોકોને ચેતવણી આપતા એક બ્લોગ પોસ્ટ પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગૂગલ પ્લે સ્ટૉરમાં વાયરસને રોકવા માટે ગૂગલ કંપની અવાર નવાર આવી એપ્સને લઇને એલર્ટ પણ આપે છે. વારંવાર વૉર્નિંગ આપ્યા બાદ ગૂગલ આવી એપ્સને પ્લે સ્ટૉરમાંથી ઓટો ડિલીટ પણ કરે છે. આવી એપ યૂઝર્સના ડેટા ચોરવાથી લઇને ફોન ડેમેજ કરવા સુધીનુ કામ કરે છે.
આ પણ વાંચો.........
J&K: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ સાથે સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
આ મહત્વપૂર્ણ કામ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરો, નહીં તો પછી મુશ્કેલી થશે
UPSC NDA 2022: UPSC NDA પરીક્ષા માટે અરજી પ્રક્રિયા શરૂ, 11 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે
Kanya Sumangla Yojana: જો તમારા ઘરમાં પણ છોકરીઓ છે તો ખાતામાં આવશે આખા 15000 રૂપિયા, જાણો કેવી રીતે?
Omicron પર PM Modi ની સમીક્ષા બેઠક, ઓક્સીજન સપ્લાઈથી લઈને રસીકરણ સુધી આપ્યા આ નિર્દેશ
કોરોના વાયરસના કેસમાં વધારો થતા આ રાજ્યમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ, જાણો
0 ટિપ્પણીઓ