નાનપુરા-બડેખા ચકલાની દુકાનદારની કરતૂત: મહારાષ્ટ્ર કી ઔરતે બહુત સેક્સી હોતી હે કહી મુંબઇની મહિલાના શરીરે હાથ ફેરવી છેડતી




- દુકાનદાર ભાગી જતા તેની પત્ની સહિત ત્રણ મહિલાએ પહોંચીને તુમ હીરોઇન દિખ રહી હે જો મેરા મરદ તેરે પે હાથ ડાલેગા કહી મહિલાને મારી
- મુંબઇના નાલાસોપારાની બેબીકેરનું કામ કરતી મહિલા ખ્વાજાદાના દરગાહમાં ચાદર ચડાવવા આવી હતી


સુરત
શહેરના નાનપુરા-બડેખા ચકલાની ખ્વાજાદાના દરગાહમાં ચાદર ચડાવવા આવેલી મુંબઇની એક સંતાનની વિધવા માતાને તુમ મહારાષ્ટ્ર કી ઔરતે બહુત સેક્સી હોતી હે એમ કહી કમર અને છાતી પર હાથ ફેરવી બિભત્સ હરકત કરતા મામલો અઠવાલાઇન્સ પોલીસમાં પહોંચ્યો છે. પોલીસે દુકાનદાર ઉપરાંત વિધવાને માર મારનાર ત્રણ મહિલા વિરૂધ્ધ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મહારાષ્ટ્રના મુંબઇના નાલાસોપારાના પૂર્વ વિસ્તારમાં દસ વર્ષના પુત્ર અને માતા સાથે રહેતી વિધવા પરવીન (ઉ.વ. 34 નામ બદલ્યું છે) બેબીકેરનું કામ કરે છે. ગત રોજ પરવીન ટ્રેનમાં સુરત આવી હતી અને સ્ટેશનથી ઓટો રીક્ષામાં નાનપુરા-બડેખા ચકલાની ખ્વાજાદાના દરગાહ ખાતે ચાદર ચડાવવા ગઇ હતી. પરંતુ સાડા બાર વાગ્યે દરગાહ બંધ થઇ ગઇ હતી. જેથી ત્રણ વાગ્યે દરગાહ ખુલે તેની રાહ જોઇ રહેલી પરવીન દરગાહ નજીક ફૈઝ એ દાના નામની દુકાનમાં લોબાન લેવા ગઇ હતી. ત્યારે દુકાનદારે તુમ મહારાષ્ટ્ર કી રહેને વાલી હો એવું પુછતા પરવીને હા કહ્યું હતું. ત્યાર બાદ દુકાનદારે તુમ મહારાષ્ટ્ર કી ઔરતે બહુત સેક્સી હોતી હે એમ કહી પાછળથી અચાનક નજીક આવી કમર અને છાતીના ભાગે હાથ ફેરવ્યો હતો. જેથી પરવીન ચોંકી ગઇ હતી અને દુકાનદારનો હાથ ઝાટકીને તુરંત જ બહાર નીકળી ગઇ હતી. પરવીને પોલીસ બોલાવવાનું કહેતા દુકાનદાર તુરંત જ ત્યાંથી ભાગી ગયો હતો અને લોકોનું ટોળું એક્ઠું થઇ ગયું હતું. આ અરસામાં દુકાનદારની પત્ની સહિત ત્રણ અજાણી મહિલા ઘસી આવી હતી અને પરવીનને તું હીરોઇન દિખ રહી હે, જો મેરા મરદ તેરે પે હાથ ડાલેગા એમ કહી બુરખો ખેંચી લઇ વાળ પકડીને માર માર્યો હતો. જો કે એકઠા થયેલા ટોળાએ પરવીનને બચાવી હતી અને ઘટના અંગે અઠવાલાઇન્સ પોલીસમાં દુકાનદાર અને ત્રણ મહિલા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.



https://ift.tt/MAdZK0B

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ