અભિનેત્રી પોલીસનો ડ્રેસ પહેરીને ટ્રક ચાલકોને લૂટતી હતી, પકડાતા મચી ગઇ ચકચાર


રાયગઢ, 22 ઓગસ્ટ,2022, સોમવાર 

ફિલ્મના કલાકારો પોતાની રીલ લાઇફમાં વિવિધ પાત્રો ભજવીને ધ્યાન ખેંચતા હોય છે પરંતુ એક એવી ઘટના બની છે જેમાં ફિલ્મની હિરોઇન પોલીસની વર્દી પહેરીને ટ્રક ચાલકોને લૂંટતી હતી. જયારે હાઇવે પરથી પસાર થતા ટ્રકચાલકોએ પોલીસને ફરીયાદ કરી ત્યારે સમગ્ર હકિકત ધ્યાનમાં આવી હતી. આ સાંભળીને પોલીસને પણ નવાઇ લાગી પરંતુ  વાતમાં તથ્ય જણાતા પોલીસે લૂટેરી એકટ્રેસ અને તેના સાથીદાર ડ્રાઇવરની ધરપકડ કરી હતી.

જો કે એકટ્રેસ સાથે બીજા પણ કેટલાક માણસો હતા પરંતુ તે હજુ પણ પોલીસના સકંજાની બહાર છે જેની શોધખોળ ચાલી રહી છે. પોલીસના  જણાવ્યા અનુસાર પકડવામાં આવેસલા બે આરોપીઓ પાસેથી એક કાર પણ જપ્ત કરવામાં આવી છે. જેમના પર કોલસાની ટ્રક ચલાવતા ડ્રાઇવરોને રોડ પર ઉભા રાખીને લૂટવાનો આરોપ છે.


 એક ટ્રક કોલસો ભરીને રાયગઢથી લોખંડી જતી હતી ત્યારે તુર્કાહિડ પુલ ક્રોસ કરવા દરમિયાન ટ્રક ચાલકોને આંતરવામાં આવ્યા હતા. આ બંને શખ્સોએ પોતાને પોલીસ અને માઇનિંગ વિભાગના ફિલ્ડ ઓફિસર તરીકે ઓળખ આપી હતી. કોલસામાં ભેળસેળ કરવામાં આવી છે એવું બહાનું ઘરીને 1 લાખ રુપિયાની માંગણી કરવામાં આવી હતી. ખૂબ રઝઝક ચાલતા ટ્રક ડ્રાઇવરોએ ટ્રાન્સપોર્ટ માલિકને સમગ્ર હકિકત જણાવી હતી.

છેવટે ટ્રાન્સપોર્ટર માલિક તુર્કાડીહ પુલ પાસે બોલાવ્યા હતા. પોલીસે ટ્રાન્સપોર્ટરો સાથે મળીને 2 લાખ રુપિયા આપવાનું છટકું ગોઠવ્યું હતું.જેમાં ગાયત્રી નામની અભિનેત્રીને પોતાના પતિ અને ડ્રાઇવર સાથે મળીને લૂટ ચલાવતી હોવાની કબૂલાત કરી હતી. કારની બંને બાજુ પોલીસ હોવાનો સ્ટીકર લગાવેલા હતા. ગાયત્રી છતિસગઢની સ્થાનિક ભાષાના વીડિયો આલ્બમમાં કામ કરી ચુકી છે.

તે એક વીડિયો આલ્બમમાં મહિલા પોલીસનો રોલ કર્યૌ હતો પરંતુ એ પછી વાસ્તિવક જીવનમાં પણ પોલીસ બનીને રોફ મારતી હતી. પોલીસ શરુઆતમાં તો અભિનેત્રી પર કોઇ કેસ નોંધ્યો ન હતો પરંતુ ટ્રાન્સપોર્ટરોની ઉચ્ચ સ્તરે રજૂઆત કરી એ પછી લૂટનો કેસ નોંધવામાં આવ્યો હતો. અભિનેત્રી એકસ્ટ્રા આવક માટે પોતાના પતિ અને ડ્રાઇવર સાથે હાઇવે પર આવીને ટ્રક ચાલકો ખાસ કરીને કોલસાની ગાડીઓની હેરાફેરી કરનારા પાસે લાંચ માંગતી હતી.



https://ift.tt/MZzjaY7 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/BiJGeq2

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ