- નડિયાદના જમીન બ્રોકર સાથે ઓનલાઇન છેતરપિંડી
નડિયાદ : નડિયાદના એક જમીન બ્રોકરને અજાણ્યા ઇસમે એસબીઆઇ બેન્કનો અધિકૃત વ્યક્તિનો મેસેજ મોકલી પાનકાર્ડ અપડેટ કરવાની ખોટી લીંક મોકલી તેમના ખાતામાંથી રૂ.૪,૯૯૯ની ઓનલાઇન ઠગાઈ કરી વિશ્વાસઘાત કર્યો હતો. આ બનાવ સંદર્ભે શહેર પશ્ચિમ પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નડિયાદ રોડ વેસ્ટન સીટી એપાર્ટમેન્ટ માં ગોપાલ ક્રિષ્ણ નરહરિભાઈ શાહ રહે છે. તેઓ જમીન બ્રોકર નો ધંધો કરે છે. તેઓનું એસબીઆઇ મેઈન બ્રાન્ચમાં એકાઉન્ટ છે. તેઓના મોબાઇલ પર એક અંગ્રેજીમાં મેસેજ આવ્યો હતો અને પાનકાર્ડ અપડેટ કરાવવા લિંક મોકલી હતી. જે લિંકને મોબાઇલ ફોનમાં ઇન્ટરનેટના માધ્યમથી ઓપન કરતાં એસબીઆઈના લોગોવાળું પેજ ખુલતા વિગતો ભરી હતી. જેમાં ઓટીપી આવતા ફોર્મમાં ઓટીપી ટાઈપ કરતા થોડા સમયમાં મેસેજ આવ્યો કે, રૂ.૪,૯૯૯ પે.ટી.એમ.થી ટ્રાન્સફર થયા છે. આ બનાવ સંદર્ભે ગોપાલ ક્રિષ્ણ શાહે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
https://ift.tt/m9Qu4gP
0 ટિપ્પણીઓ