કોણ છે મૂછવાળી આ મહિલા ? જેની લોકો ઉડાવે છે મજાક


- હિર્સ્ટુસિઝ્મ એક એવી સ્થિતિ છે જેમાં તમારા શરીર ઉપર વધારાના વાળ ઉગી નીકળે છે

નવી દિલ્હી, તા. 25 જુલાઈ 2022, સોમવાર

છોકરાઓ કિશોરવયમાં પ્રવેશે તેની સાથે જ તેમને દાઢી અને મૂંછો આવવા લાગે છે. આજકાલ ફિલ્મ સ્ટાર્સમાં દાઢી અને મૂંછનો ક્રેઝ એટલો વધી ગયો છે કે દરેક છોકરો દાઢી મુંઢ રાખવા માંગે છે. જો કે ઘણીવાર હોર્મોન્સનું સંતુલન બગડવાના કારણે કેટલાક છોકરાઓને દાઢી-મૂંઢ નથી આવતી અને મહિલાઓને હોર્મોન્સનું સંતુલન બગડવાના કારણે ચહેરા ઉપર વધારાના વાળ આવી જાય છે. મહિલાઓ પોતાના ચહેરા પર ઉગી આવેલા આ વધારાના વાળને ક્રીમ, મોમ સ્ટ્રીપ્સ, રેજર અને એપિલેટરના માધ્યમથી હટાવી શકે છે. આજે આપણે ભારતની એવી એક મહિલા વિશે વાત કરીશું જેને મૂંછો છે અને તેને મૂંછો રાખવી પસંદ પણ છે. તો ચાલો આપણે આ મહિલા વિશે વધુ માહિતી મેળવીએ.

કોણ છે આ મૂંછવાળી મહિલા

આ મહિલાનું નામ શાયઝા છે અને તે કેરળ રાજ્યના કન્નૂરની રહેવાસી છે. તે અનેકવાર પોતાની મૂંછોના કારણે મજાકનું પાત્ર પણ બનવું પડ્યું હોવા છતાં તેણે નક્કી કર્યું છે કે તે મૂંછ રાખશે. 

અનેક મહિલાઓની જેમ તેના ચહેરા ઉપર વધારાના વાળ હતા. તે નિયમિત રીતે થ્રેડિંગ કરાવતી હતી પરંતુ તેને પોતાના અપરલિપ્સના વાળ હટાવવાની જરૂરિયાત નથી લાગી. લગભગ 5 વર્ષથી તેની મૂંછના વાળ વધી રહ્યા છે. 35 વર્ષીય શાયઝા તેની મૂંછો વગર રહેવાની કલ્પવા પણ નથી કરી શકતી.

શાયઝાએ કહ્યું હતું કે, 'કોરોના મહામારીમાં મારી મૂંછો ઢંકાઈ જતી હતી તેથી મને માસ્ક પહેરવું પણ નહોતું ગમતું.  અનેક લોકોએ મને મૂંછો કાપી નાંખવાની સલાહ આપી પરંતુ હું ક્યારેય નહી કપાઉ. મે ક્યારેય એવું નથી અનુભવ્યું કે હું સુંદર નથી.'

હાલમાં શાયઝાને તેની ફેમિલી અને તેની પુત્રી ખૂબ જ સપોર્ટ કરે છે. શાયઝાની છોકરી હંમેશા તેને કહે છે કે, તેની ઉપર મૂંછો સારી લાગે છે. અનેકવાર તેણે રસ્તા ઉપર લોકો ટોણા પણ સાંભળ્યા પરંતુ લોકોના મજાકથી તેમને કોઈ ફેર નથી પડતો.

કેમ નથી કપાવતી મૂંછ

શાયઝાએ કહ્યું હતું કે, 'જો મારી પાસે બે જીવન હોત તો હું એક જીવન બીજાઓ માટે જીવી શકતી હોત. મારી અત્યાર સુધી કુલ 6 સર્જરી થઈ ચૂંકી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બ્રેસ્ટમાંથી એક ગાંઠ નીકાળવાની સર્જરી થઈ અને ત્યારબાદ અંડાશયમાંથી અલ્સર નીકાળવાની સર્જરી થઈ હતી. મારી છેલ્લી સર્જરી 5 વર્ષ પહેલા થયેલી હિસ્ટેરેક્ટોમી હતી. આટલી બધી સર્જરી થયા બાદ મારામાં આત્મવિશ્વાસ આવ્યો અને મેં વિચાર્યું કે મારે એવું જીવન જીવવું જોઈએ જેનાથી મને ખુથી મળે.' 

ઘરમાંથી બહાર નહોતી નીકળતી શાયઝા

શાયઝાનું કહેવું છે કે, તે નાનપણથી જ ખૂબ જ શરમાળ હતી અને તેમના ગામની મહિલાઓ સાંજે 6 વાગ્યા પછી ઘરમાંથી બહાર નહોતી નીકળતી. તેમના ગામમાં મહિલાઓને ઘરમાંથી બહાર નીકળવાની તો દૂર પરંતુ ઘરની બહાર બેસવાની પણ પરવાનગી નહોતી. જો કે તે લગ્ન બાદ પોતાની સાસરી તમિલનાડુમાં આવી ગઈ હતી. ત્યાં તેમને ખૂબ જ છૂટ મળી. 

મહિલાઓને દાઢી-મૂંછ આવવાનું કારણ

કેટલીક મહિલાઓના શરીર ઉપર વધારાના વાળ ઉગી નીકળ છે. આ વાળ મહિલાના હોઠની ઉપર, દાઢી, બ્રેસ્ટ અને પેટની નીચેના ભાગ ઉપર ઉગતા હોય છે. મેડિકલની ભાષામાં આ સ્થિતિને હિર્સ્ટુસિઝ્મ (Hirsutism) કહેવામાં આવે છે. શરીરમાં Male હોર્મોન્સનું સ્તર વધવાથી અથવા Female હોર્મોન્સનું સ્તર ઘટવાથી હોર્મોન્સમાં ઈમ્બેલેન્સ થઈ જાય છે. તેથી શરીર ઉપર અનેક જગ્યાએ અવાંછિત વાળ ઉગી જાય છે.

હિર્સ્ટુસિઝ્મ એક એવી સ્થિતિ છે જેમાં તમારા શરીર ઉપર વધારાના વાળ ઉગી નીકળે છે. ઘણીવાર તેની સાથે મહિલાઓનો અવાજ પણ ભારે થઈ જાય છે અને બ્રેસ્ટની સાઈઝ પણ ઘટી જાય છે. મસ્લસનો ગ્રોથ થઈ જાય છે, સેક્સ ડ્રાઈવ વધી જાય છે અને એક્ને આવી જાય છે. જે મહિલાઓને PCOSની સમસ્યા હોય છે તેમાંથી 70 થી 80 ટકા મહિલાઓને હિર્સ્ટુસિઝ્મ થવાની શક્યતા રહેલી છે. 

હિર્સ્ટુસિઝ્મના અનેક કારણો હોઈ શકે છે. આ સ્થિતિ પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (PCOS), એન્ડ્રોજનનું પ્રોડક્શન, વધુ પડતી દવા, મેનોપોઝ, કુશિંગ સિન્ડ્રોમ વગેરેના કારણે થઈ શકે છે. 



https://ift.tt/tswlC83 from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/H2CMndi

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ