બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ, રાજ્યના 5 તાલુકાઓમાં 3 ઈંચથી વધુ વરસાદ


- રાજ્યના 13 તાલુકાઓમાં બે ઈંચ વરસાદ, રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 66 ટકા વરસાદ

બનાસકાંઠા, તા. 25 જુલાઈ 2022, સોમવાર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 66 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ સહિત રાજ્યના અન્ય 8 તાલુકાઓમાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 25 જુલાઈ 2022ના રોજ સવારે 6:00 કલાકે પૂરા થતાં 24 કલાક દરમિયાન થરાદ તાલુકામાં 150 મિ.મી., વરસાદ નોંધાયો છે જ્યારે લાખણીમાં 96 મિ.મી., કઠલાલમાં 85 મિ.મી, સુઈગામ અને વડગામમાં 81 મિ.મી. અને પાલનપુરમાં 75 મિ.મી મળીને પાંચ તાલુકાઓમાં 3 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. 

જ્યારે, મહેમદાવાદ તાલુકામાં 72 મિ.મી., ખેરગામમાં 69 મિ.મી., દાંતામાં 67 મિ.મી., વાવમાં 65 મિ.મી, મહુધામાં 60 મિ.મી, ધાનેરામાં 58 મિ.મી, ડીસામાં 54 મિ.મી, અંજાર અને સતલાસણામાં 52 મિ.મી., વાલિયામાં અને સંતરામપુરમાં 51 મિ.મી., ભુજ અને બાલાસિનોરમાં 50 મિ.મી મળીને કુલ 13 તાલુકાઓમાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના 58 તાલુકાઓમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે અને રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 66 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 116.30 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 80.47 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 60.69 ટકા, પૂર્વ ગુજરાતમાં 56.34 ટકા અને ઉત્તર ગુજરાતમાં 46.82 ટકા કુલ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.



https://ift.tt/AYPc87a from Uttar gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/0cTCOdq

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ