WhatsApp New Feature : આ વર્ષ વૉટ્સએપ (WhatsApp) યૂઝર્સ માટે ખાસ છે. કંપની એકથી એક ચઢિયાતા નવા ફિચર્સ લઇને આવી રહી છે. કેટલાક કામના ફિચર્સ લૉન્ચ થઇ ચૂક્યા છે, તો કેટલાક પર હાલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. તાજેતરમાં જ કંપનીએ વૉટ્સએપ વેબ યૂઝર્સ માટે સ્ટીકર બનાવવાની સુવિધા આપી છે. હવે રિપોર્ટ છે કે વૉટ્સએપ એવા શોર્ટકટ ફિચર પર કામ કરી રહ્યું છે જેનાથી તમે ઝડપથી પોતાના કૉન્ટેક્ટને સ્ટીકર મોકલી શકશો. આને લઇને ટેસ્ટીંગ શરૂ થઇ ચૂક્યુ છે. જાણો શું છે આ ફિચરને કઇ રીતે કરે છે કામ.............
રિપોર્ટ્સ અનુસાર વૉટ્સએપ આ ફિચરનુ ટેસ્ટિંગ કરી રહ્યું છે. આને કંપનીએ એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.21.24.11 પર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. આ નવા ફિચરમાં તમને સ્ટીકર જલ્દી મોકલવાનો શોર્ટકટ ઓપ્શન સ્ટીકરની બાજુમા દેખાશે. તમારે પહેલા શોર્ટકટ પર ક્લિક કરવાનુ છે, આ પછી તે કૉન્ટેક્ટને પસંદ કરવાનો છે જેને તમે સ્ટીકર મોકલવા માંગો છો. આ પ્રક્રિયામાં હવે પહેલાની જેમ સ્ટીકરને ટેપ અને હૉલ્ડ કર્યા બાદ ફોરવર્ડ બટન દબાવવાની જરૂર નહીં પડે. કંપની આને બહુજ જલદી તમામ યૂઝર્સ માટે લૉન્ચ કરી શકે છે.
કઇ રીતે ચેક કરી શકો છો આ ફિચરને..........
હજુ આ ફિચર તમામ યૂઝર્સ માટે લૉન્ચ નથી થયુ. આને હજુ બીટા વર્ઝન પર જ રિલીઝ કરવામાં આવ્યુ છે. છતાં પણ તમે આને ચેક કરવા ઇચ્છો તો તમારે એક લેટેસ્ટ એન્ડ્રોઇડ બીટા વર્ઝનને ડાઉનલૉડ કરવુ પડશે. આ પછી તમે ટેસ્ટર તરીકે ગૂગલ પ્લે બીટા ટેસ્ટિંગ પ્રૉગ્રામ અંતર્ગત બીટા વર્ઝનની APK ફાઇલને પણ ડાઉનલૉડ કરી શકો છો. આ માટે તમારે APK Mirror પર જવુ પડશે.
0 ટિપ્પણીઓ