Google પર કયા સમૃદ્ધ દેશની કોર્ટે લગાવી દીધો 750 કરોડનો ભારે ભરખમ દંડ, કઇ વાતને ગૂગલે અવગણી હતી, જાણો.......


 

નવી દિલ્હીઃ ટેક જાયન્ટ ગૂગલ વધુ એક મુશ્કેલીમાં મુકાઇ છે. રશિયામાં ગૂગલને ભારે ભરખમ દંડ ભોગવવાનો વારો આવ્યો છે. રિપોર્ટ છે કે મૉસ્કોની એક કોર્ટે ગેરકાયદેસર કન્ટેન્ટ હટાવવા પર વારંવાર નિષ્ફળ રહેતા શુક્રવારે ગૂગલ પર અભૂતપૂર્વ દંડ ફટકાર્યો છે. રશિયન અધિકારીઓએ વિદેશી ટેકનોલૉજી દિગ્ગજ પર દબાણ બનાવ્યુ હતુ, પરંતુ તેનુ પાલન ના થવા પર કોર્ટે દંડ લગાવ્યા. ટેલીગ્રામ પર કોર્ટની પ્રેસ સર્વિસે કહ્યું કે અમેરિકન ફર્મ પર 7.2 બિલિયન રૂબલ, (9.8 કરોડ ડૉલર, 8.6 કરોડ યૂરો)નો દંડ ફટકારવામાં આવ્યો છે. 

ગૂગલને આ દંડની રકમ અંદાજિત 750 કરોડ છે. ગૂગલને આ દંડ પ્રતિબંધિત કન્ટેન્ટ નહીં હટાવવાના કારણે ફટકારવામાં આવ્યો છે. કોર્ટે ચુકાદો આપ્યો કે ગૂગલ પ્રતિબંધિત કન્ટેન્ટ હટાવવાના વારંવારના આદેશને અવગણી રહ્યું છે. કોર્ટે કંપનીને વહિવટી દંડ તરીકે 7.2 બિલિયન રૂબલ્સ (અંદાજિત 98.4 મિલિયન ડૉલર) ચૂકવવાનો આદેશ આપ્યો છે. 

રશિયાનું વહીવટીતંત્ર સોશિયલ મીડિયા પર ધીમે ધીમે દબાણ ઊભું કરી રહ્યું છે, તેમના મતે ગૂગલ ડ્રગ, હથિયારો અને વિસ્ફોટકોને લગતું કન્ટેન્ટ હટાવવામાં નિષ્ફળ રહ્યા છે, તેની સામે કોઇ પગલા નથી ભરી રહ્યું. જોકે, ગૂગલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, તેઓ કોર્ટના આદેશનો અભ્યાસ કરીને આગામી પગલા માટે નિર્ણય લઈશું.

 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ