અમૃત પાણી દેતી ડંકીને ફૂટી વાણી સાચવણી વિના નહીં ફૂટે સરવાણી


ગામડાંઓમાં 12057 પૈકી 7597 હેન્ડપંપ હજુ કાર્યરત, 3392 રીપેર થયા : ઉનાળાનાં આગમન પહેલાં ગામડાંઓમાં હેન્ડપંપ પુનઃ કાર્યરત કરવાની કવાયતો; પાણી ઉંડા ઉતરી જતાં નવા હેન્ડપંપની કામગીરી ઉપર પૂર્ણવિરામ

રાજકોટ, : શહેરોમાં ક્રમશઃ ડંકીઓ અર્થાત હેન્ડપંપની સંખ્યા દિન-પ્રતિદિન ઘટતી રહી છે. મોટાભાગનાં વિસતારોમાંથી ડંકીઓ અદ્રશ્ય થઈ છે. ઉંડા બોરમાં સબમર્શીબલ મુકીને પાણી ખેંચવામાં આવે છે. પરંતુ પાણી પુરવઠા બોર્ડ દ્વારા રાજકોટ સહિતના ચાર જિલ્લામાં આજે પણ 12057માંથી 7597 ડંકીઓ કાર્યરત હોવાનો રિપોર્ટ સરકારને કરવામાં આવ્યો છે. આજ સુધીમાં 3392 ડંકીઓ રીપેર કરીને પુનઃ કાર્યરત કરવામાં આવી રહોવાનું જણાવાયું છે.

જમીનનાં તળ સાજા રહે તેમજ ઉંડેથી પાણી ઉલેચાય નહીં તે માટે હેન્ડપંપ વર્ષો સુધી ઉપયોગી સાધન રહ્યું છે. દુષ્કાળનાં સમયમાં હેન્ડપંપ જ ગામનાં લોકો માટે આશિર્વાદરૂપ રહ્યા છે. અલબત્ત જમીનનાં તળમાં ઉંડેથી પાણી ઉલેચવા માટે સબમર્શીબલ ઉપયોગી થતા હોવાથી નવી ડંકીઓ શરૂ કરવાની કામગીરી મહદઅંશે અટકી ગઈ છે. પાણી પુરવઠા બોર્ડના સુત્રો જણાવે છે કે ગામડાંમાં તો હજુ અનેક વિસ્તારોમાં હેન્ડપંપ જ પાણી માટે ઉપયોગી સાધન રહ્યું છે. રાજકોટ જિલ્લાનાં 596  ગામડાંમાં 4566, મોરબી જિલ્લાના 216 ગામડાંમાં 1131, સુરેન્દ્રનગર જિલ્લાનાં 351 ગામડાંઓમાં 2570 અને જામનગર જિલ્લાના 423 ગામોમાં 3800 ડંકીઓની જે સુવિધા ઉભી કરવામાં આવી હતી. તેમાંથી 4460 ડંકીઓ જુદા-જુદા કારણોસર બંધ થઈ છે. બાકી 7597 હેન્ડપંપ આજે પણ પાણીની સુવિધા પુરી પાડવામાં ઉપયોગી છે. અલબત્ત પાણ ઉંડા ઉતરી જતાં નવા હેન્ડપંપની કામગીરી ઉપર પાણી પૂરવઠા બોર્ડે પૂર્ણવિરામ મુકી દીધું છે.

દર વર્ષે ઉનાળાના આગમન પૂર્વે બંધ થયેલી ડંકીઓ ફરી કાર્યરત થાય તે માટે ડંકી રીપેરીંગની જે કામગીરી હાથ ધરવામાં આવી હતી તેની વિગતોના સંદર્ભમાં સુત્રોએ જણાવે છે કે 463 ગામોમાં 1537 ડંકીઓ રીપેર કરવામાં આવી હતી. ગત સપ્તાહમાં 23 ગામોમાં 37 ડંકીઓ રીપેર થઈ હતી. રૂા. 7 લાખ 69,000 ના ખર્ચે ડંકીઓ રીપેર થઈ છે. ગ્રામ પંચાયત હસ્તક ડંકીઓ રીપેરીંગની કે જાળવણીની કામગીરી કરવામાં આવે છે. જૂથ યોજનાનાં પાણી વિતરણ સાથે ડંકીઓ દ્વારા મળતું પાણી ઉનાળાના દિવસોમાં લોકોને ઉપયોગી બની રહે છે.



https://ift.tt/xNB8dwp

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ