- તેઓનું મૂળનમ સત્યપ્રકાશ શ્રીવાસ્તવ છે. મનોરંજન ઉદ્યોગમાં 1980ના દશકના અંત ભાગમાં તેઓએ પ્રવેશ કર્યો
મુંબઇ : હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવના ફેન્સ માટે એક શુભસમાચાર છે. તેઓને ૧૫ દિવસ પછી ભાન આવ્યું છે, તેઓની તબીયતમાં પણ સુધારો દેખાઈ રહ્યો છે.
તે સર્વવિદિત છે કે, એક જિમમાં એકસરસાઇઝ કરતાં રાજુનાં હૃદય ઉપર હુમલો થયો હતો તે પછી તુર્ત જ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બહુ થોડાને ખબર હશે કે તેઓનું મૂળ નામ સત્યપ્રકાશ શ્રીવાસ્તવ છે. તેઓ ૧૯૮૦ના દશકના અંત ભાગથી મનોરંજન ઉદ્યોગમાં એક્ટિવ થયા છે. પરંતુ તેઓ ધી ગ્રેટ ઇન્ડીયન લાફ્ટર ચેલેન્જની પહેલી સીઝનમાં ભાગ લીધા પછી જાણીતા થઇ ગયા.
તેઓએ મૈને પ્યાર કીયા, બાજીગર, બોમ્બે-ટુ-ગોવા, આમદાની અઠન્ની ખર્ચા રૃપૈયામાં અભિનય આપ્યો હતો. તેઓ અત્યારે ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના અધ્યક્ષ પદે છે. તેમણે બીગ-બોસ જેવી ફિલ્મોમાં પણ અભિનય આપ્યો છે.
તેમના પિતાશ્રી રમેશચંદ્ર એક ખ્યાતનામ કવિ હતા. રાજુએ બાળપણથી જ નક્કી કર્યું હતું કે તેઓને હાસ્યકલાકાર બનવું છે અને બની પણ રહ્યા. મૂળ કાનપુરના વતની તેવા આ કલાકારે ૨૦૧૩ના ડાન્સ રિયાલિટી શોમાં નાચ બલિયે-૬માં પણ પરફોર્મ કર્યું હતું.
https://ift.tt/2LEySYX from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/yOGYaDq
0 ટિપ્પણીઓ