Teaser Out: ગુજરાતી કોમેડી ફિલ્મ 'ફક્ત મહિલા માટે'નું ટીઝર રિલીઝ


અમદાવાદ, તા. 15 જુલાઇ 2022, શુક્રવાર 

ગુજરાતી કોમેડી ફિલ્મ 'ફક્ત મહિલા માટે' (Fakt Mahilao Mate)નું ટીઝર રિલીઝ થઇ ગયુ છે.  સદીના મહાનાયક મેગસ્ટાર Amitabh Bachchan આ ગુજરાતી ફિલ્મમાં ગુજરાતી પાત્ર ભજવતા દેખાશે. આ ફિલ્મમાં દિક્ષા જોષી, યશ સોની, ભાવીની જાનિ અને પ્રશાંત બારોટ જેવાં કલાકારો પણ જોવા મળશે. ગુજરાતી ફિલ્મના ચાહકોનો એક વર્ગ છે, અમિતાભ બચ્ચનની ગુજરાતી ફિલ્માં એન્ટ્રીથી ઘણો મોટો ફર્ક પડી શકે છે.     

ફિલ્મનું ટીઝર કેવુ છે? 

અમિતાભ બચ્ચનના અવાજમાં ટીઝરની શરુઆત થાય છે, "સુપ્રભાત પહેલા વિજળી થાય પછી અવાજ થાય, પણ અહીં તો પહેલા અવાજ શરુ થાય પછી સવાર પડે..." ફિલ્મના ટીઝરમાં યશ સોની જે 3 મહિલાઓ સાથે એક જ ઘરમાં રહે છે, માતા, બહેન અને દાદી... સાથે..

આ ફિલ્મનું ટીઝર ગુજરાતી એક્ટર યશ સોનીએ શેર કર્યું છે, શેર કરતાં તેમણે લખ્યુ કે, ઘર ઘરની કથા,એક અબળા પુરુષની વ્યથા. આ ફિલ્મમાં દર્શાવાયુ છે કે, કોણ કહે છે ભારત પુરુષપ્રધાન દેશ છે,આ ઘર માં તો ફક્ત મહિલાઓનું જ પ્રાધાન્ય ચાલે. એક એવુ ઘર જ્યાં ફક્ત મહિલાઓનું જ રાજ ચાલે છે અને આ બધા ઝઘડા,રોજના સવાલો,કામો,સમસ્યાઓમાં એક પુરુષ ઘેરાયેલો છે.

આ ફિલ્મનું નિર્દેશન જય બોદાસ દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું મુખ્ય આકર્ષણ બીજું કોઈ નહીં પણ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો કેમિયો હશે. આ ફિલ્મ 19 ઓગસ્ટ, 2022ના રોજ રિલિઝ થવાની છે. આ ગુજરાતી ફિલ્મ માટે અમિતાભ બચ્ચને પોતાનો અવાજ ગુજરાતીમાં ડબિંગ કર્યો છે.

આ પણ વાંચો:ગુજરાતી મૂવીમાં જોવા મળશે અમિતાભ બચ્ચન



https://ift.tt/S3KT7M8

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ