EDએ મની લોન્ડ્રિંગ કેસ અંગે દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનની પત્નીની કરી પૂછપરછ


- EDએ કોલકાતા સ્થિત એક કંપની સાથે સંકળાયેલા કથિત મની લોન્ડરિંગના સંબંધમાં દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનની 30 મેના રોજ ધરપકડ કરી હતી

નવી દિલ્હી, તા. 18 જુલાઈ 2022, સોમવાર

દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન પર EDએ સકંજો કસ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ કથિત મની લોન્ડરિંગ કેસમાં જૈનની પત્ની પૂનમ જૈનની પૂછપરછ શરૂ કરી છે. કેસની તપાસના સંદર્ભમાં EDએ ગયા અઠવાડિયે સત્યેન્દ્ર જૈનની પત્ની પૂનમ જૈનને સમન્સ પાઠવ્યા હતા.

હકીકતમાં EDએ કોલકાતા સ્થિત એક કંપની સાથે સંકળાયેલા કથિત મની લોન્ડરિંગના સંબંધમાં દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનની 30 મેના રોજ ધરપકડ કરી હતી. આ જ કેસમાં EDએ સત્યેન્દ્રની પત્ની પૂનમ જૈનને પણ 14 જુલાઈએ પૂછપરછ માટે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. જોકે, પૂનમ જૈનની તબિયત ખરાબ હોવાના કારણે તપાસ અને પૂછપરછ દરમિયાન હાજરી નહોતી આપી શકી અને સમય માગ્યો હતો.

હવે કેસમાં સોમવારે EDએ પૂનમની પૂછપરછ શરૂ કરી છે. નોંધનીય છે કે, EDની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના 2017ના કેસ પર આધારિત છે. જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે 'આપ' નેતા અને તેમની પત્ની પૂનમ જૈને ફેબ્રુઆરી 2015 અને મે 2017 વચ્ચે રૂપિયા 1.47 કરોડથી વધુ મિલકત હસ્તગત કરી હતી. 



https://ift.tt/KMWsVZQ from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/IulbN2B

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ