નરિંદર બત્રાએ ઈન્ટરનેશનલ હોકી ફેડરેશનના પ્રમુખ પદેથી આપ્યું રાજીનામું


- દિલ્હી હાઈકોર્ટે 25 મેના રોજ હોકી ઈન્ડિયામાં 'આજીવન સભ્ય'ના પદથી નાબૂદ કર્યા બાદ બત્રાએ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ પદેથી રાજીનામું આપવું પડ્યું હતું

નવી દિલ્હી, તા. 18 જુલાઈ 2022, સોમવાર

ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન (FIH)ના પ્રમુખ નરિંદર બત્રાએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. અગાઉ તેમણે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)નું સભ્યપદ પણ છોડી દીધું હતું. દિલ્હી હાઈકોર્ટે 25 મેના રોજ હોકી ઈન્ડિયામાં 'આજીવન સભ્ય'ના પદથી નાબૂદ કર્યા બાદ બત્રાએ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ પદેથી રાજીનામું આપવું પડ્યું હતું.

બત્રાએ હોકી ઈન્ડિયાના આજીવન સભ્ય તરીકે 2017માં IOAની ચૂંટણી લડીને જીત્યા હતા. 3 અલગ-અલગ પત્રો દ્વારા બત્રાએ સત્તાવાર રીતે IOA, IOC અને FIHમાં તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. બત્રાએ AIH એક્ઝિક્યુટિવ બોર્ડને લખ્યું હતું કે, 'અંગત કારણોસર, હું FIHના પ્રમુખ તરીકે મારૂં રાજીનામું સબમિટ કરૂં છું.'


બત્રાની IOC સદસ્યતા તેમના IOA પ્રમુખપદ સાથે જોડાયેલી હતી પરંતુ FIHમાંથી તેમનું રાજીનામું આશ્ચર્યજનક છે. કારણ કે, તેમણે મે મહિનામાં કહ્યું હતું કે, તેઓ હવે વિશ્વ હોકી સંસ્થામાં તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે.



https://ift.tt/6xqWLvg from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/cwLm8Ur

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ