દીપિકા પાદુકોણની હમશક્લને જોઈને ચાહકો થયા આશ્ચર્યચકિત, જુઓ તસવીર...


મુંબઈ, તા. 14 જુલાઈ 2022, ગુરૂવાર

દીપિકા પાદુકોણ બોલીવૂડની લોકપ્રિય અભિનેત્રીમાંથી એક છે. દીપિકાને ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ અનેક લોકો પસંદ કરે છે. દીપિકાના અનોખી સ્ટાઈલને અનેક લોકો પસંદ કરે છે અને તેની કોપી કરતા પણ જોવા મળે છે. હવે એક એવી યુવતીની તસવીર સામે આવી છે જે દીપિકા પાદુકોણ જેવી દેખાય છે. આ યુવતીનું નામ રિજુતા ધોષ છે. રિજુતાની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે અને તેને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.


રિજુતા વિશે વાત કરીએ તો તે ડિઝિટલ કંટેટ ક્રિએટર છે. જ્યારે દીપિકાના ચાહકોએ રિજુતાના ફોટો જોયા ત્યારે લોકો તેને દીપિકાની હમશક્લ કહી રહ્યા છે અને કેટલાક તેને દીપિકા પાદુકોણ 2.0 કહી રહ્યા છે. એટલું જ નહીં એક યુઝર્સ એવું પણ કહ્યું હતું કે, રણવીર સિંહ ભૂલથી પણ તમારી સામે ન જોવે, નહીં તો તે પણ આશ્ચર્યચકિત થઈ જશે.

દીપિકા હવે અનેક ફિલ્મમાં જોવા મળશે. તે શાહરૂખ ખાન સાથે ફિલ્મ પાઠકમાં જોવા મળશે સાથે જ શાહરૂખ ખાન લાંબા સમય બાદ પર્દા પર જોવા મળશે. ફિલ્મમાં દીપિકા સિવાય શાહરૂખ, જોન અબ્રાહમ પણ મહત્વના રોલમાં જોવા મળશે. ત્યારબાદ ફાઈટર ફિલ્મમાં હૃતિક રોશન સાથે જોવા મળશે. આ ફિલ્મ દ્વારા પહેલીવાર હૃતિક રોશન અને દીપિકા મોટા પર્દા પર જોવા મળશે. 



https://ift.tt/dtD4ZVN

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ