સારા અને જ્હાન્વીની દોસ્તી બની મિસાલ, તસવીર જોઈને ચાહકો થઈ ગયા દીવાના


મુંબઈ, તા. 14 જુલાઈ 2022, ગુરૂવાર

સારા અલી ખાન અને જ્હાન્વી કપૂર ટૂંક સમયમાં 'કોફી વિથ કરણ' સીઝન 7ના બીજા એપિસોડમાં જોવા મળશે. આ સિઝનના બીજા એપિસોડમાં સિઝલિંગ બોલિવૂડ બેસ્ટીઝ અને સ્ક્રીન ફેવરિટ જ્હાન્વી કપૂર અને સારા અલી ખાન પોતાની વાતો શેર કરતી જોવા મળશે. સારા અલી ખાન અને જ્હાન્વી કપૂર એક સમયે એકબીજાના પાડોશી હતા અને હવે બંને સારા મિત્રો બની ગયા છે. 


હાલમાં જહાન્વી કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સારા અલી ખાન સાથે કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરમાં સારા બ્લેક શોર્ટ ડ્રેસમાં જોવા મળી છે જ્યારે જ્હાન્વી થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં જોવા મળી રહી છે.


જ્હાન્વી અને સારા આ તસવીરોમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.

કોપી વિથ કરણના પ્રોમોમાં સારા આલી ખાને જણાવ્યું હતું કે, કે સાઉથ એક્ટર વિજય દેવરકોંડાને ડેટ કરવા માંગે છે. જ્હાન્વી ટૂંક સમયમાં ફિલ્મ 'ગુડ લક જૈરી' અને સારા અલી ખાન 'ગૈસલાઈટ'માં જોવા મળશે.




https://ift.tt/5jP1KF6

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ