નવી દિલ્હી,તા.14 જુલાઈ 2022,ગુરૂવાર
બોલીવૂડ સેલિબ્રિટિઝની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફના રહસ્યોને લોકોની સમક્ષ લાવતા લોકપ્રિય ટીવી શો કોફી વિથ કરણ...ની નવી સિઝનને લઈને ઉત્કંઠા જોવા મળી રહી છે.
જોકે આ વખતે કરણે આ શો માટે મેકર્સ પાસેથી બહુ તગડી ફી વસુલી હોવાનુ મનાઈ રહ્યુ છે. કહેવાય છે કે, કરણ પાસે આ સીઝન હોસ્ટ કરવાનો સમય નહોતો..કારણકે હાલમાં તે રોકી ઓર રાની કી પ્રેમ કહાની...નામની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. જેની વચ્ચે શો માટે હોસ્ટ બનવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે તેમણે વધારે પૈસાની માંગ કરી કરી હતી.
એવુ મનાય છે કે, કરણ એક શો માટે એક થી બે કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે. નવી સીઝનના કુલ 22 એપિસોડ હશે અને તેમાં કરણ 40 થી 44 કરોડ રૂપિયા ફી લેવાનો છે.
કોફી વિથ કરણની પહેલી સીઝન 2004માં રિલિઝ થઈ હતી. તેની અત્યાર સુધી કુલ 6 સીઝન આવી ચુકી છે. હવે સાત જુલાઈથી સાતમી સીઝન શરૂ થઈ છે અને પહેલા એપિસોડમાં આલિયા ભટ્ટ તેમજ રણવીર સિંહ શોનો હિસ્સો હતો. આજે રિલિઝ થનારા એપિસોડમાં જાનવી અને સારા અલી ખાન જોવા મળશે.
https://ift.tt/iTdrswu
0 ટિપ્પણીઓ