જામનગર શહેર અને જામજોધપુરમાં જુગાર અંગે ચાર સ્થળે દરોડા: ચાર મહિલા સહિત 30 આરોપી પકડાયા


જામનગર, તા. 17 જુલાઈ 2022 રવિવાર

જામનગર શહેર અને જામજોધપુરમાં પોલીસે જુગાર અંગે ચાર સ્થળે દરોડા પાડ્યા છે, અને ચાર મહિલાઓ સહિત 30 આરોપીઓની અટકાયત કરી રૂપિયા અડધા લાખની માલમતા કબજે કરી છે.

જામજોધપુર નજીક સતાપર ગામમાંથી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલી શારદાબેન ગગુભાઈ ડાભી, સપનાબેન રસિકભાઈ સરવૈયા, રેખાબેન વિરમભાઈ પાટડીયા, અને ઉજીબેન દિનેશભાઈ ધંધુકિયા વગેરે સહિત પાંચ આરોપીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જુગાર અંગે નો બીજો દરોડો જામનગરના દેવુભા ના ચોકમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ઘોડીપાસા વડે હારજીત નો જુગાર રમી રહેલા પ્રવીણ હીરજીભાઈ રાઠોડ સહિત 10 આરોપીઓની અટકાયત કરી લઈ તેવો પાસેથી 26,200 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જુગાર અંગેના ત્રીજો દરોડો જામનગર નજીક બજરંગપુર ગામમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી ગંજી પાના વડે હારજીતનો જુગાર રમી રહેલા પ્રવીણ મગનભાઈ કોળી સહિત આઠ આરોપીઓની અટકાયત કરી લઈ તેવો પાસેથી રૂપિયા 10,210 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જુગાર અંગેનો ચોથો દરોડો જામનગરમાં નજીક જાંબુડા ગામમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી જાહેરમાં ગંજી પાના વડે હારજીતનો જુગાર રમી રહેલા ગૌતમ બાબુભાઈ સોલંકી સહિત સાત આરોપીઓની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.



https://ift.tt/EDW3G7w from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/P4GymF8

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ