સુરત,તા. 15 જુન 2022,બુધવાર
ગુજરાત વિધાનસભાની ચુંટણી પહેલાં કોંગ્રેસ દ્વારા વિવિધ માળખાને મજબુત બનાવવા માટે આયોજન થઈ રહ્યું છે. જેના ભાગ રૂપે આજે મહિલા કોંગ્રેસનો કાર્યક્રમ રાખાવમા આવ્યો હતો. આ કાર્યક્રમાં ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ સુરત આવ્યા હતા તેઓએ રાહુલ ગાંધીની ઈડીની તપાસ પાછળ સત્તાનું રાજકારણ હોવા ઉપરાંત ગુજરાતની ભાજપ સરકાર તમામ મુદ્દે નિષ્ફળ ગઈ હોવાની વાત કરી હતી.
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેની ઠુમરે સુરત ખાતેની પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે પરંતુ તમામ મોરચે નિષ્ફળ ગઈ છે. આ સરકાર માત્ર લોકોને સપના દેખાડવાનું કામ કરે છે. આગામી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેથી રોજગારી માટેના તાયફા શરૂ કર્યા છે. આ સરકાર પેપર ફોડનારાઓની સરકાર છે અને યુવાન અને મહિલાઓને રોજગારી મળતા નથી. મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે. તેઓએ વધુમાં જ કહ્યું હતું કે, રાજ્યના ગૃહમંત્રી સુરતના છે તેમ છતાં સુરતમાં ગુનાખોરી વધી રહી છે મહિલા અને બાળકીઓ પણ સુરક્ષિત નથી.
કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ક્લીન ચિટ આપ્યા બાદ ED પૂછપરછ કરવા પાછળ સત્તાનું રાજકારણ છે અને ભાજપ કોંગ્રેસના કાર્યકરોના મોરલ તોડવા માટે આવા ગતકડા કરે છે પરંતુ આગામી ચૂંટણી કોંગ્રેસ મક્કમતાથી સામનો કરશે.
https://ift.tt/mKxNhL3 from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/OhPdMES
0 ટિપ્પણીઓ