જહાંગીરપુરા- પાલમાં પાર્ટી પ્લોટ છતાં નવા પાર્ટી પ્લોટ પરંતુ બજેટમાં ફાળવણી અને ડિમાન્ડ છતાં પાલનપોરમાં પાર્ટી પ્લોટ બનાવવા માટે ડીંગો


- પાલમાં હાલના પાર્ટી પ્લોટથી માંડ સવા કિલોમીટર બીજા પાર્ટી પ્લોટના આયોજન પાછળ કંઈ રંઘાઈ રહ્યાની ગંધ 

સુરત,તા. 15 જુન 2022,બુધવાર   

સુરત મ્યુનિ.ની સ્થાયી સમિતિમાં રાંદેર ઝોનના પાલ અને જહાંગીરા બાદમાં 3.91 કરોડના ખર્ચે નવા પાર્ટી પ્લોટ બનાવવા માટે દરખાસ્ત રજુ કરવામાં આવી  છે. જોકે, આ બન્ને જગ્યાએ પાર્ટી પ્લોટ છે તેમ છતાં બીજા નવા પાર્ટી પ્લોટ માટે ધખારા થતાં વિવાદ ઉભો થયો છે. પાલમાં હાલ જ્યાં પાર્ટી પ્લોટ છે તેનાથી માત્ર સવા કિલોમીટર દુર બીજો પાર્ટી પ્લોટ બનાવવાના આયોજન સામે અનેક પ્રશ્ન થઈ રહ્યાં છે. 

સુરત મહાનગર પાલિકાના રાંદેર ઝોનમાં પાલનપોરમાં પાર્ટી પ્લોટની માગણી લાંબા સમયથી કરવામાં આવી રહી છે. સ્થાનિક કોર્પોરેટર દ્વારા પણ લોકોની સુવિધા માટે આ વિસ્તારમાં પાર્ટી પ્લોટ બનાવવો જોઈએ તેવી લેખિત  માગણી કરવામાં આવી છે. આ માગણીના આધારે પાલિકાના બજેટમાં પાલનપોરમાં પાર્ટી પ્લોટ બનાવવા માટે જોગવાઈ કરવામાં આવી છે. ા વિસ્તારમાં હાલ વસ્તી વધી રહી છે પરંતુ પાલિકાના પાર્ટી પ્લોટ કે કોમ્યુનિટી હોલ કોઈ સુવિધા નથી તેથી લોકોએ ના છુટકે ખાનગી પાર્ટી પ્લોટ કે વાડી નો સહારો લેવો પડી રહ્યો છે. 

પાલનપોર વિસ્તારમાં પાર્ટી પ્લોટની માગણી હોવા છતાં હાલમાં  સ્થાયી સમિતિમાં પાલ ખાતે પાર્ટી પ્લોટ બનાવવા માટેની દરખાસ્ત રજુ કરવામાં આવી છે.  પાલ ટીપી સ્કીમ નંબર 16માં સ્પોર્ટસ કલબની બાજુમાં નિશાલ આર્કેડ બાજુમાં પાર્ટી પ્લોટ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે. આવી જ રીતે જહાંગીરા બાદમાં પણ પાર્ટી પ્લોટ  બનાવવા માટે દરખાસ્ત રજુ કરવામાં આવી છે.

પાલિકાએ પાલમાં જ્યાં પાર્ટી પ્લોટ બનાવવા આયોજન કર્યું છે તેનાથી માંડ સવા કિલોમીટર દૂર જેટલી દુર પહેલાં જ પાર્ટી પ્લોટ બનાવવામાં આવ્યો છે. આવી જ રીતે જહાંગીરપુરા માં પાર્ટી પ્લોટ હોવા છતાં નજીક જહાંગીરા બાદમાં પાર્ટી પ્લોટ બનાવવા આયોજન થતાં વિવાદ ઉભો થયો છે. પાલનરોમાં સ્થાનિક કોર્પોરેટરો લેખિત માગણી કરી રહ્યાં છે તેમ છતાં તંત્ર દ્વારા આ જગ્યાએ પાર્ટી પ્લોટ બનાવવાના બદલે પાલ અને જહાંગીરા બાદમાં જ પ્લોટ માટે ભાર મુકી રહ્યાં છે. 

જ્યાં  પાર્ટી પ્લોટ છે ત્યાં જ બીજો પાર્ટી પ્લોટ બનાવવા માટેના આગ્રહ પાછળ કંઈ રંધાઈ  રહ્યું હોવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોમર્શિયલ પ્રોજેક્ટની આસપાસ પાલિકાના  પ્લોટ હોય તેમાં આવાસ કે અન્ય પ્રોજેક્ટ આવે નહીં તે માટે  આસપાસની બિલ્ડીંગ વાળા અધિકારી કે અન્ય સાથે સેટીંગ કરતાં હોય છે. જો પાર્ટી પ્લોટ આવે તો બિલ્ડીંગની વેલ્યુ વધે છે તેમ હોવાથી અધિકારીઓ પણ  પાર્ટી પ્લોટ માટે વધુ ભાર મુકી રહ્યાંનો આક્ષેપ થઈ રહ્યો છે. 



https://ift.tt/IJLbKn2 from Daxin gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/puZa92g

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ